Jain Aagam Acharanga - Book 1 Chapter 1 Gujarati

  1. English
  2. Hindi
  3. Gujarati

Contents

  1. lesson 1
  2. lesson 2
  3. lesson 3
  4. lesson 4
  5. lesson 5
  6. lesson 6
  7. lesson 7

આ અધ્યયનનું નામ ‘શસ્ત્ર પરિજ્ઞા’ છે.

‘શસ્ત્ર’નો અર્થ છે- હિંસાનું સાધન. જે જેના માટે વિનાશક હોય છે તે તેના માટે શસ્ત્ર છે. સ્ત્ર जस्स विणासकारण त तस्स સલ્થ ભળ્નટ । - [નિ.ચૂ.ઉ.૧, અભિધાન રાજેન્દ્ર કોષ ભા. ૭ પુ. ૩૩૧]|. ચાકુ, તલવારાદિ દ્રવ્યશસ્ત્ર છે અને રાગ-દ્રેષ વગેરે ભાવશસ્ત્ર છે. રાગ-દ્રેષથી આત્મગુણોનો ઘાત થાય છે, તેથી રાગ-દ્રેષ આત્મા માટે શસ્ત્રરૂપ છે.

પરિજ્ઞા એટલે જ્ઞાન. પરિજ્ઞાના બે પ્રકાર છે- (૧) જ્ઞપરિજ્ઞા એટલે જાણવું અને (૨) પ્રત્યાખ્યાન પરિજ્ઞા અટલે ત્યાગ કરવો. હિંસાના સ્વરૂપને જાણી તેનો ત્યાગ કરવો તે શસ્ત્રપરિજ્ઞાનો સરળ અર્થ છે.

હિંસાના ત્યાગને જ અહિંસા કહેવામાં આવે છે, અહિંસાનો મુખ્ય આધાર છે આત્મા. આત્માનું જ્ઞાન થયા પછી જ અહિંસામાં શ્રદ્ધા દઢ થાય છે અને અહિંસાનું સમ્યક્‌ પરિપાલન કરી શકાય છે.

પ્રથમ ઉદ્દેશકના પ્રથમ સૂત્રમાં આત્મસજ્ઞા-આત્મબોધની ચર્ચા કરતાં કહ્યું છે કે કોઈ માનવને સ્વયં, તો કોઈને ઉપદેશ શ્રવણથી અથવા શાસ્ત્ર અધ્યયન આદિથી આત્મબોધ થાય છે. આત્મબોધ થયા પછી આત્માના અસ્તિત્વમાં વિશ્વાસ થાય છે, ત્યારે તે આત્મવાદી બને છે. આત્મવાદી જ અહિંસાનું સારી રીતે પાલન કરી શકે છે. આ પ્રમાણે આત્માના અસ્તિત્વની ચર્ચા કર્યા પછી હિંસા-અહિંસાની ચર્ચા કરવામાં આવી છે. હિંસાનાં નિમિત્ત કારણોની ચર્ચા, છકાયના જીવોનું સ્વરૂપ, છકાય જીવોની સિદ્ધિ, હિંસાથી આત્માને થતો પરિતાપ, કર્મબંધ તથા તેનાથી વિરક્ત થવાનો ઉપદેશ આદિ વિષયોનું જીવંત શબ્દચિત્ર પ્રથમ અધ્યયનના સાત ઉદ્દેશકોમાં જોવા મળે છે.

© CA Manas Madrecha

© 2020 - 2021